“ઘેલછા” “આવી ગયા તમે ?” અમોલને ઘરમાં પ્રવેશતાં જોઇને ખુશી બોલી. સોફા પરથી ઉભી થઈ રસોડામાં ગઈ અને અમોલ ફેશ થવા બાથરૂમમાં ઘુસ્યો. અમોલ ફ્રેશ થઈને ડાયનીંગ ટેબલ પર ગોઠવાયો. ખુશીએ જમવાનું પીરસતાં પૂછ્યું , " અમોલ! આમ જરા મારી સામે જુઓ તો, કઈ અલગ લાગે છે ?” અમોલે ખુશી સામે અછડતી નજરે જોઈ નકારમાં માથું ધુણાવ્યું એટલે ખુશીએ પ્રશ્ન દોહરાવતાં કહ્યું, "જરા ધ્યાનથી જુઓ તો ખબર પડશે." કહેતા મલકી. અમોલ ચૂપચાપ જમી રહ્યો હતો.ખુશીએ ચહેરા પર લગીર સ્મિત લહેરાવતા કાનના ઝૂમખાને આંગળીથી હલાવ્યા. અમોલે કોળિયો ગળે ઉતારતા ખુશી સામું જોયું અને થોડીવાર માટે તેને અપલક નજરે જોઈ રહ્યો. જરા