ભૂખ લાયગી..

  • 2k
  • 702

ડિસેમ્બર આખો તેનો મુળ મિજાજ બતાવવા તત્પર હતો. તેમાં પણ આજે તો ૩૧ ડિસેમ્બર! લોકો ૨૦૨૦ અને ૨૦૨૧ બંનેનાં વધતાં-ઓછાં અંશે ભોગવેલાં સોશિયલ ડિસ્ટન્સથી છૂટેલાં આઝાદ પરિંદા જેવાં બની ચૂક્યાં હતાં. બાઇક્સને પૈડાંનાં સ્થાન પર પાંખો આવી હોય તેમ દોડવાને બદલે પાછળ બેઠેલ સાથીદારનાં પેટમાં ગલગલિયાં કરાવતી કોઈ ને કોઈ પબ, કાફે કે ડિસ્કોથેક તરફ ઊડી રહી હતી. કારનાં પૈડાંની ગતિ નીચે જાણે રસ્તો કપાવાને બદલે કચડાઈ રહ્યો હતો! આ દેશનું એ ધનિક યુવાધન(!) હતું, જેની આંખો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની પટ્ટી બંધાઈ ચૂકી છે. જે ઇન્ટરનેટની આંટીઘૂંટીઓમાં ખુદને ખોઈ બેઠાં છે અને જેમની અંદર શરાબની તરસ અને વાસનાની ભૂખ ભારોભાર