દરિયા નું મીઠું પાણી - 30 - શ્રવણ

  • 1.1k
  • 402

ઓફીસની સામે પરસાળનાં પ્રથમ પગથિયે જ એક મર્સિડીઝ કાર બ્રેક મારીને ઉભી રહી ગઇ.છોડને પાણી પાતાં પાતાં પચાસે’ક્ની વયે પહોંચેલા શ્રવણે સહેજ ઉંચા થઇને ચશ્માની દાંડી ઉપર કરી તે તરફ જોયું.તે ગાડીનો યુનિફોર્મ પહેરેલો ડ્રાઇવર પહેલા ઉતર્યો અને ગાડી ચાલુ રાખીને જ પાછળનો જમણી તરફનો દરવાજો ખોલ્યો.સૌ પહેલા હાઇ હીલ અને ઉંચી બ્રાન્ડની સેન્ડલવાળો પગ અને તેની સાથે સુખ સાહ્યબી લાગે તેવા મોંઘા પરફ્યુમની સુવાસ બહાર નીકળી... અને પછી એક સુંદર દેહાકાર ધરાવતી અને બ્યુટી શબ્દને પણ હંફાવી દે તેવી સ્ત્રી બહાર આવી. શ્રવણ સામે જોઇને તેને હળવા ઇશારાથી કહ્યુ, ‘મારે અહીંના મુખ્ય સંચાલક મિ. શ્રવણ શ્રીધરને મળવું છે.’‘હા... હું