પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 7

  • 1.6k
  • 1
  • 920

૭) પ્રભાતની આસ સવાર સવારમાં ઘરના દરવાજાની બેલ વાગી. દાદી દરવાજો ખોલતાંની સાથે નવી જ પ્રભાતના દર્શન થયા.દાદી નિહાળતા જ રહ્યા. " દાદી હું અંદર આવી શકું ?" દાદીને સ્મિતભર્યા સ્વરે કહ્યું. "આવ બેટા, આવ.." મીઠો આવકાર આપ્યો. "આજે તો તું અલગ જ લાગી રહી છે, સ્નેહા!" વખાણ કરતા દાદી બોલ્યા. " કોઈની અણમોલ જિંદગી પાછી મળી જાય એ કાર્યની શરૂઆતની ખુશી છે." "તું ચા કે કૉફી પીવાની? " કૉફી જ." "આજના જુવાનિયા કૉફીના જ ઘેલાં હોઈ છે." "જમાના પ્રમાણે શોખ બદલાયા કરે." હસતાં સ્વરે સ્નેહા બોલી. " સિદ્ધાર્થ ક્યાં છે?" " તેના રૂમમાં જ છે." "હું ત્યાં જઈ શકું?"