પ્રકરણ ૮ : પરિવારરાતના લગભગ નવ વાગવા આવ્યા અને ત્રણેય સ્ટેશન પર પહોંચી ગયા. ત્યાં અંદર પહોંચીને ધીરુકાકા ચારેય બાજુ જોતા હતા. "હવે કેણીપા જવાનું છે?" શારદાએ ધીરુભાઈને પૂછ્યું. "હુંય ઈ જ જોઉં છું ભાભી. આ સુરતની ગાડી ક્યાં ઉભી રેતી હશે? લ્યો હું પુછી આવું." "કાકા, પેલી બાજુ." કૃતિએ તેને કહ્યું. "તને ખબર છે?!" શારદાએ આશ્વર્ય સાથે તેને સવાલ કર્યો. દિશા સુચનના બોર્ડ તરફ ઈશારો કરતા તે બોલી, "મમ્મી, સામે લખેલું છે." ધીરુભાઈ કહેવા લાગ્યા, " જોયું! અમારી દીકરી ભણેલી છે તે કેટલી હુશિયાર છે?" "હા ભાઈ ઈ તો ખરું હો." તેઓ પ્લેટફોર્મ પર જઈને ઉભા રહ્યા. જેવી જ