રૂપિયાંના ઝાડવાં કે ઝાડવામાં રૂપિયાં

  • 2.9k
  • 1
  • 904

પગમાં ઇલેક્ટ્રિક શુઝ અને આંખે કાળી પટ્ટી પહેરેલ વ્યક્તિ જીપીએસ સીસ્ટમથી ગલીમોમાં સરળતાથી ચાલતો હોય છે. એવામાં કોઈ મોટો ઘડામ કરતો અવાજ આવે છે, છતાં કોઈની ચીસો સંભાળતી નથી. કેમકે, હવે હોઈ બાળકો શેરીમાં રમતાં જ નથી. પેલો વ્યક્તિ એક અંધારી ગલીમાં સંતાય જાય છે. કોઈ પોતાના ઘરની બારીઓ પણ ખોલતા નથી. બસ જ્યાં નજર નાખો ત્યાં લીસા રૂડા રૂપાળાં રસ્તા સાથે સુમસામ શેરીઓ જ દેખાય. પોતાના ઘરનું બારણું ખોલી એક વ્યક્તિ પેલા ઇલેક્ટ્રિક શુઝવાળા માણસને અંદર ખેંચીને દરવાજો બંધ કરી દે છે. પેલો માણસ ઇલેક્ટ્રિક શુઝ અને આંખોની બ્લેક પટ્ટી ઉતારીને કહે છે મારું નામ આર્યન છે. “થેંક્યું” ફોર