શોધ પ્રતિશોધ.. - ભાગ 1

(14)
  • 5.8k
  • 2
  • 2.6k

શોધ-પ્રતિશોધ..ભાગ-1ધીમો ઝરમરતો વરસાદ એક સરખી રીતે લયબદ્ધ વરસી રહ્યો હતો. એમાં પલળીને આવતી હવાની લહર પણ એકદમ શીતળ બનીને લોપાનાં શરીરને સ્પર્શી રહી. આમતેમ ફરફરતી વાળની લટોને પવન સાથે ગમ્મત કરતી અટકાવી પોતાના કાન પાછળ સમેટીને મૂકી દીધી. મુંબઈની દિશા તરફ ભાગી રહેલી ગાડી આજે જાણે સ્પર્ધામાં ઊતરી હતી. પોતાની ગતિને એ લોપાનાં વિચારોની ગતિ પાસે હારતી કેમ જોઈ શકે?રાજકોટ શહેર હવે પોતાની નજરથી ધીમે-ધીમે ઓઝલ થઈ રહ્યું હતું. એ નાની હતી ત્યારથી જ એને આ રંગીલા શહેર તરફ ખૂબ લગાવ હતો. જ્યારે પણ એને વેકેશનમાં મામાની ઘરે જૂનાગઢ જવું પડતું ત્યારે તેને અજીબ બેચેની મહેસૂસ થતી. બસની બારીમાંથી બહાર