સાટા - પેટા - 12

  • 1.8k
  • 954

ઉગતાં ની સાથે જ આખા રંગપુરમાં વાત ફેલાઈ ગઈ કે રાધા ને લઈ ને શામજી ભાગી ગયો છે. 'હે....? ના... હોય.... ક્યારે..?' એક જણ કહેતો હતો. 'આજે રાતે.વાળુ ટાંણે.'બીજો જણ જવાબ આપતો હતો. 'પણ રાતે વાળું ટાંણે તો બધાંયે શામજી ને ગરબી એ જોયો હતો.તો પછી ભાગ્યા કયા ટાંણે ?' ત્રીજો જણ કહેતો હતો. 'એ તો રામ જાણે.પણ ભાગી ગયાં છે,એ વાત સો ટકા સાચી.' બીજો માણસ વાત ને અનુમોદન આપતો હતો. રંગપુર ગામમાં કોઈ છોકરો, છોકરી ને લઈ ને ભાગી ગયો હોય તેવો આ પ્રથમ બનાવ હતો.તેથી ગામમાં ઉશ્કેરાટ ફેલાઈ ગયો હતો.આખી રાતનો ઉજાગરો , અને આઠ ગાઉં ચાલવાનો