ચાણક્ય નીતિ એક અદભુત ગ્રંથ છે. આ ગ્રંથના અભ્યાસથી બુદ્ધિ, વિચારો અને સકારાત્મકતાનો વિકાસ થાય છે. આજની પરિસ્થિતિ, સમય અને વિચારોને અનુરૂપ આ ગ્રંથનો અભ્યાસ કરીને મેં મારી સમજ પ્રમાણે અને મારા વિચારો પ્રમાણે આ ગ્રંથનો સાર પ્રસ્તુત કર્યો છે. આચાર્ય ચાણક્યનું માનવું છે કે વિનમ્રતા સાથે અને લોકોની સહાય અર્થે કરવામાં આવેલું અધ્યયન, મનન ,ચિંતન વ્યક્તિને, સમાજ દેશ વિશ્વ અને કુદરતને સદેવ સમૃદ્ધ બનાવે છે. આવા વ્યક્તિની કીર્તિ દેશ વિદેશમાં પ્રસરે છે. આવું ચિંતન જો બુદ્ધિ અને વિવેકને સમર્થન આપતું હોય, તેમજ વિચાર વાણી વર્તન અને વ્યવહાર માટે ઉપયોગી હોય તો તે પોતાના તેમજ અન્યના જીવનને સંતોષપૂર્ણ બનાવે છે