પ્રેમ સમાધિ - પ્રકરણ -65

(11)
  • 2.3k
  • 1
  • 1.4k

પ્રેમ સમાધિપ્રકરણ -65વિજય ઘરે આવી રહેલો ત્યારે ઘર નજીક આવતાંજ હવે એને કાવ્યાને મળવાની તાલાવેલી હતી ક્યારે દીકરીને જોઉં એને વ્હાલ કરી લઉં... દરિયા નજીક આવી ગયો અને ભીની ભેજવાળી હવા આવવા લાગી લીલોતરી લીલોતરી છવાયેલો વિસ્તાર આવી ગયો મોટાં કાળા રબલ પથ્થરની કમ્પાઉન્ડ વોલ ઊંચી એને દેખાઈ ગઈ એનો મોટો વિશાળ બંગલો આવી ગયો એણે એક નજર કરી ઊંચી કમ્પાઉન્ડવોલ ઉપર કાંટાળા તાર રોલ કરેલાં હતાં એમાંથી સતત વીજળી પસાર થતી કોઈ ચઢવા જાય તો કરન્ટ લાગીને ઝટકાથી પડી જાય... ઝટકાથી પડી જાય... એને વિચારો કરતાં જોતાં હસું આવી ગયું પોતે કેવો હતો ? નાનો હતો ત્યારે પોરબંદરમાં બધી