અગ્નિસંસ્કાર - 55

(12)
  • 1.9k
  • 1
  • 1.3k

" ચોર ચોર ચોર!!!!" મોડી રાતે પચાસેક વર્ષનો વ્યક્તિ દિલ્હીની પતલી ગલીઓમાંથી અવાજ દઈ રહ્યો હતો. એની સાથે જ એક યુવાન વયનો વ્યક્તિ પણ દોડીને આગળ ભાગતી એક ચોરને પકડવા એની પાછળ પુર ઝડપે દોડવા લાગ્યો. મોઢા પર માસ્ક પહેરેલી, ઝીણી આંખો વડે વારંવાર પાછળ ફરીને જોતી એક યુવાન વયની છોકરી હાંફતી હાંફતી દોડી રહી હતી. એક હાથમાં બેગ પકડીને પોતાનો બચાવ કરતી એક પછી એક ગલીઓ પાર કરી રહી હતી. ત્યાં જ એક ગલીનો અંત આવ્યો અને એ છોકરીને ઉભુ રહેવું પડ્યું. આગળ અને આસપાસ બન્ને તરફ દીવાલ હતી. જ્યારે પાછળથી પોતાના પૈસાથી ભરેલું બેગને લેવા માટે આવેલો વ્યક્તિ