અગ્નિસંસ્કાર - 51

  • 2.4k
  • 1
  • 1.5k

વહેલી સવારે વિજય અને સંજીવ અંશને મળવા હોસ્પિટલ ખાતે પહોંચ્યા." હેલો ડોકટર સાહેબ..." વિજય બોલ્યો. " જી બોલો..." " અમે અંશને થોડાક સમય માટે મળવા માંગીએ છીએ શું અમે મળી શકીએ?" વિજયે પૂછ્યું." શું મઝાક કરો છો સાહેબ, અંશ તો કાલ રાતથી તમારી પાસે જ છે ને...હું તો સામેથી તમને પૂછવા આવી રહ્યો હતો કે અંશ ક્યાં છે એને જલ્દી મોકલો એટલે અમે એની સારવાર કરી શકીએ...." ડોકટરે કહ્યું.વિજય અચંભિત થઈ ગયો અને બોલ્યો. " અંશ અમારી પાસે છે?? કોણ લઈ ગયું એને?"" શું નામ છે એમનું? હા, પ્રિશા મેમ... એ જ કાલે મારી પાસે આવ્યા અને અંશને થોડાક સમય