નો ગર્લ્સ અલાઉડ - 60 (અંતિમ ભાગ )

  • 1.8k
  • 2
  • 1k

આદિત્ય અનન્યાની બધી ભૂલ માફ કરવા તૈયાર હતો પણ અનન્યા અને રાહુલના શારીરિક સબંધ વિશે વિચાર કરતા જ એનું શરીર જ્વાળામુખીની જેમ સળગવા લાગતું." રાહુલ, અમે આ નિણર્ય સાથે મળીને લીધો છે, સો પ્લીઝ તું અમારા મેટરમાં દખલ અંદાજી ન કર એમાં જ તારી ભલાઈ છે..." આદિત્યે કહ્યું. રાહુલ ફરી આગળ જઈને કંઇક બોલવા જતો હતો પણ ત્યાં જ અનન્યા એ ઈશારામાં ન બોલવા માટે કહી દીધું. " આ લ્યો પેપર તમે અહીંયા સહી કરો...." વકીલ સાહેબે કહ્યું. આદિત્યે હાથમાં પેન લીધી અને સહી કરવા જતો હતો કે ત્યાં જ દરવાજેથી કાવ્યા એ રાડ પાડી. " એક મિનિટ આદિત્ય..." કાવ્યાને