નો ગર્લ્સ અલાઉડ - ભાગ 59

  • 1.8k
  • 1
  • 1.1k

" સોરી અનન્યા...મારો ઈરાદો તમારા સંબંધને તોડવાનો નહિ પણ..." રાહુલે કહ્યું. " બસ રાહુલ તારે જે કરવું હતું એ કરી લીધું હવે આદિત્ય જે કરશે એ મને સ્વીકાર્ય છે..." એટલું કહેતાં જ અનન્યા ત્યાંથી જતી રહી. રાહુલ બસ પછતાવો કરતો રડી પડ્યો. અનન્યા ઘરે પહોંચી તો રમણીકભાઈ એમને મળવા આવ્યા હતા. પપ્પાને જોઈને અનન્યા ભાવુક થઈને સીધી ભેટી પડી અને રડવા લાગી. " શું થયું દિકરી? તું રડે છે કેમ?" રમણીકભાઈ બોલ્યા. અનન્યાના સાસુમા પણ આશ્ચર્ય સાથે જોઈ રહ્યા. અનન્યા મનમૂકીને રડી રહી હતી ત્યાં જ આદિત્ય ઘરે પહોંચ્યો. " આદિત્ય બેટા, આ વહુ કેમ રડે છે? શું થયું? સાચું