નો ગર્લ્સ અલાઉડ - ભાગ 56

  • 2.1k
  • 2
  • 1.2k

ચારને વીસ થતાં જ અનન્યાના ફોન પર આદિત્યનો કોલ આવ્યો. પરંતુ અનન્યા રસોડામાં મમ્મી સાથે કામમાં વ્યસ્ત હતી અને ફોન બહાર હોલમાં કપડાંની સાથે પડ્યો હતો. " હવે તું જા હું કામ કરી લઈશ..." કડવીબેને કહ્યું. અનન્યા રસોડામાંથી હોલમાં આવી અને પોતાનો ફોન ચેક કર્યો. " આદિત્યના બે ત્રણ ફોન આવી ગયા! મતલબ રાહુલે કીધું એ સાચું હતું...યાર હું પણ ભુલ્લકડ ફોન અહીંયા જ મૂકીને જતી રહી...શું કામ હશે આદિત્યને?" અનન્યા હજી વિચાર કરી જ રહી હતી કે ઘરની ડોરબેલ વાગી. " અનન્યા જો તો કોણ આવ્યું છે?" કડવી બેને કહ્યું." તું બેસ હું દરવાજો ખોલું છું..." રમણીકભાઈ એ ઉભા