કવિ દલપતરામ

  • 2.3k
  • 2
  • 758

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 32મહાનુભાવ:- કવિ દલપતરામપરિચય આપનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગુજરાતી સાહિત્યનાં અનેક મહાન કવિઓમાંના એક એટલે કવિશ્રી દલપતરામ. જાણીતા કવિ ન્હાનાલાલનાં તેઓ પિતા થાય. એમની મૂળ અટક 'ત્રિવેદી.' પણ વ્યવસાયને ધ્યાનમાં લઈને અટક 'કવિ' થઈ ગયેલી. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. ચાલો જાણીએ આજે એમનાં જીવનકવન વિશે.જન્મ:-તેમનો જન્મ સૌરાષ્ટ્રનાં વઢવાણ ગામે 21 જાન્યુઆરી 1820નાં રોજ ડાહ્યાભાઈ ત્રિવેદીને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ અમૃતબા હતું. પોતાની પરંપરા અનુસાર તેમનાં પિતા વેદનું જ્ઞાન આપતા હતા.