એ કુમળી વયનો તરુણ બાળક વિશાલ પોતાની રચનાને માણવા લાગ્યો, પવનના જોકાને સંગીત સમજીને જુમવા લાગ્યો, કેહવાય છેને કે જેનુ કોઈના હોય તેનો ઇશ્વર હોય, બસ એમજ એકલા જીવન જીવતા વિશાલને પ્રકૃતિ રૂપે એક માઁ મળી ગઈ. પોતાની વિચાર શક્તિ થી અકલ્પનીય દ્રશ્યો ને એક કોરા કાગળ પર જેમ શિલ્પી એક પથ્થર ને કંડારી મુર્તિઓનુ નિર્માણ કરે એમજ કઈક કોરા કાગળો વિશાળ ની કલમ અડકતા જીવંત થઈ જાતેજ વર્ણન કરવા લાગતા હતા, વિશાલને પોતાની બનાવેલી નવી જીવન શૌલી ખુબજ ગમી, પોતાના લખેલા પ્રકૃતિ પ્રત્યે ના પ્રેમ પત્રો ને પ્રકૃતિ ના સાનિધ્યમાં વાચી અને ત્યાંજ મુકીને આવવુ, પણ એક દિવસ તેને