સત્તરમો અધ્યાય વિષ્ણુ માહાત્મ્ય અને સ્તોત્ર પછી હવે હું તમને ભક્તિ કીર્તનના મહત્ત્વના વિષયમાં બતાવું છું કેમ કે ભક્તિ દ્વારા બદું જ પ્રાપ્ત કરી શકાય છે. ભક્તિથી ભગવાન જેટલા પ્રસન્ન થાય છે એટલા અન્ય કોઈ ભાવથી નથી. મનુષ્યને જોઈએ કે તે નિયમિત રૃપથી હરિનું સ્મરણ કરે અને ભક્તિના સાધનોથી ભક્તિ કરે. મનુષ્યને જોઈએ તે પોતાના ભાવના આવેશમાં મગ્ન થઈને ભગવાનનું કીર્તન કરે. આ સંસારમાં ભગવાનના બંને ચરણ જ્ઞાન પ્રદાન કરવાવાળા છે. અને ભગવાનના ભક્ત જે પરમ શ્રદ્ધાથી વિષ્ણુનું નામ લે છે તે વૈષ્ણવ છે. કીર્તન અને ગુણ શ્રવણ કરવાથી ભક્તિનો ભાવ પૂરો થાય છે. એનો અર્થ એ છે કે ફક્ત