ગરુડ પુરાણ - ભાગ 14

  • 1.2k
  • 1
  • 444

ચૌદમો અધ્યાય ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે જીવોનું સાંસારિક આવાગમન સાંભળવા પછી સનાતન મોક્ષના ઉપાયના વિષયમાં બતાવો. કેમ કે આ સંસાર દુઃખોથી ભરેલો છે. જીવોમાં અનેક કષ્ટ ઉત્પન્ન થાય છે અનેક જીવ ઉત્પન્ન થાય છે અને મરે છે અને એનો કોઈ અંત નથી થતો. તો હે ભગવન્, તમે મને એ બતાવવાની કૃપા કરો કે સનાતન મોક્ષ કયા પ્રકારે મળી શકે છે. ભગવાન નારાયણે કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ સાંભળવા માત્રથી મનુષ્ય સંસારના કષ્ટોથી છુટકારો મેળવી લે છે. હે ગરુડ! ભગવાન શિવ પરબ્રહ્મસ્વરૃપ છે, સર્વજ્ઞ અને કર્તા છે, બધાના સ્વામી છે અને આદિ અંતથી રહિત વિકાર રહિત અનિર્વચનીય તથા સચિદાનંદ સ્વરૃપ