ગરુડ પુરાણ - ભાગ 5

  • 2.5k
  • 2
  • 1.3k

પાંચમો અધ્યાય ઋષિઓના એ પૂછવા પર કે દુષ્ટ કર્મોથી મનુષ્ય કેવી રીતે છુટકારો મેળવી શકે છે, શૌનકજી બોલ્યા- હે મુનિ! આ ગરુડ પુરાણ સાંભળીને જ મનુષ્યને કર્તવ્ય બોધ થાય છે. કોઈ પણ શ્રેષ્ઠ ઉદ્દેશ્યની પૂર્તિ માટે હંમેશાં સત્પુરુષોનો સંગ કરવો અને અસત્પુરુષોનો સંગ ત્યાગ કરવો જોઈએ. જે પોતાનું અને અન્યોનું સાચ્ચું હિત કરે એને જ બંધુ સમજવા જોઈએ. જેમાં સારા ગુણ અને વિચાર જોવામાં આવે અને જે ધર્મની ભાવના રાખે છે, તે જ સાચ્ચું જીવન જીવે છે. જેનું ધન નષ્ટ થઈ જાય છે તે ઘર-બાર ત્યાગીને તીર્થ સેવન માટે ચાલ્યા જાય છે, પણ જે સત્ય અને ધર્મથી ભ્રષ્ટ થઈ જાય