અન્યાય ક્યાં સુધી...? ભાગ 2પ્રદીપ : સુરેશિયા..ઉઠ..! એક..બે..ત્રણ..ચાર..પાંચ..હા, પાંચ કપ ચા બનાવ..કડક મસાલે દાર..ના છ કપ બનાવ..આ મદનીયાનેય પણ મરતા મરતા ચા પીવડાવીએ ને..!" ( પાંચેય મિત્રો જોર જોરથી હસવા લાગ્યા. મદન અધમુઇ હાલતમાં કંઇક બબડે જતો હતો. પણ સ્પષ્ટ સંભળાતું નહોતું. સુરેશ આંખો ચોળતો ઉભો થયો અને ચા બનાવવા લાગ્યો.) " આયો મોટો મારા પરાક્રમને બહાર પાડવા વાળો..! મારા બાપને જઈ ને તારે બધું કહેવું હતું ને..? લે કહે હવે..!" કહી પ્રદીપે મદનને પગથી પાટુ માર્યું. મદન પડ્યો પડ્યો કણસતો હતો. તેનામાં ઉભા થવાના પણ હોશ નહોતા. " અલ્યા, બસ...! બહુ ના માર.. મરી જશે તો લેવાના દેવા પડી