"પ્યાર તો ખૂબ કરે છે એ મને... જો ને એક કોલ કરવાની સાથે તો..." રચના એ મનમાં જ વિચારો રચવા શુરૂ કરી દીધા! "હા... પણ છે હજી કેટલે એ! મને તો કહેતો કે હમણાં આવી જાઉં! શું છોકરો છે યાર! પ્રિતેશ... નામ પણ એના અર્થને સાર્થક કરે! પ્રીત કરવાની થાય એવો! એના વિશે જેટલું કહેવાય ઓછું છે..." રચના હજી વિચારોમાં જ ખોવાયેલી હતી, જાણે કે આજુ બાજુનું અસ્તિત્વ સાવ એ ભૂલી જ ગઈ ના હોય! આજુ બાજુના ટેબલ પર કોણ જાણે કઈ કેટલાય લોકો આવ્યા અને કોફી ડ્રિંક કરી ને ચાલ્યા પણ ગયા; પણ કોઈના ઇન્તાઝારમાં હજી રચના ખાયલોમાં જ