"ઓય પાગલ છે તું પણ શું?!" પ્રેરણા એ કહ્યું. "હા... બચપણથી જ..." પરાગે એવી રીતે કહ્યું જાણે કે એની તારીફ જ ના એ કરી રહી હોય! "તારે કઈ જ નહિ જવાનું ઓકે!" પરાગના હાથમાંથી એને બેગ લઈ લીધું. "જો તું યાર સમજતી નહિ... તારા પપ્પા અને મારા પપ્પા બંને ખૂબ સારા દોસ્તો છે..." એને વાત અરધી જ મૂકી દીધી અને ઉપર ધાબે ચાલ્યો ગયો. જેથી એ આ બધાથી દૂર જઈ એ થોડી શાંતિ મેળવી શકે! પણ પ્રેરણા પણ તો એને ક્યાં છોડે એવી હતી. એ પણ ઉપર ચાલી ગઈ. ઉપર એને જે દૃશ્ય જોયું એને ખુદ પર વિશ્વાસ જ નહોતો