એક હતી કાનન... - 2

  • 1.8k
  • 1k

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 2)એક જીવનયાત્રા પૂરી થઇ.અને એક શરૂ થઇ કલમને સથવારે.તપને લેપટોપ ઓન કર્યું. કી બોર્ડ પર એની આંગળીઓ ઝડપથી ફરવા લાગી.એક હતી કાનન...“એય મિસ્ટર,નવા નવા લાગો છો આ ફિલ્ડમાં.તમારે ટુરીસ્ટને શોધવા જોઈએ એને બદલે ટુરીસ્ટ તમને શોધે છે” કાનન ફટાફટ ગુજરાતીમાં બોલી તો ગઈ પણ પછી તરત ખ્યાલ આવ્યો કે પોતે ગુજરાતની બહાર છે.કાનનને પોતાની ધૂનમાં એ પણ ખ્યાલ ન રહ્યો કે મનન ગુજરાતી સમજી ગયો છે. પછીની સૂચનાઓ હિન્દીમાં જ આપી. “ચાલો,ફટાફટ ફોટા લેવા માંડો” કહીને કાનન ઊગતા સૂર્ય સમક્ષ વિવિધ પોઝ આપવા માંડી અને મનન પણ આજ્ઞાંકિત રીતે ફોટોગ્રાફ લેવા માંડ્યો.મનનને