એક પંજાબી છોકરી - 10

  • 2.4k
  • 1.3k

લાસ્ટમાં સરે કહ્યું હતું કે આ નાટક કરવા માટે આપણે લોકોએ બહાર જવાનું છે અને પછી સરે કહ્યું ક્યાં જવાનું છે તે પહેલાં ફિક્સ નહોતું એટલે તમને આગાઉ જાણ કરવામાં આવી નથી. હવે ફાઈનલ થઈ ગયું છે કે આપણે નાટક માટે મુંબઈ જવાનું છે.તો બધા મુંબઈ જવા માટેની તૈયારી કરી લ્યો.આ સાંભળી સોનાલી તો એકદમ જ ચોકી ઉઠે છે અને ચાલુ ક્લાસમાં જ બધા વચ્ચે જોરથી બોલી પડે છે.શું મુંબઈ જવાનું છે?તેની એક ફ્રેન્ડ તેને હચમચાવીને કહે છે શું થયું તને સોનાલી? કેમ તું આમ એકદમ જ ચોકી ઉઠી? ત્યારે સોનાલી હોશમાં આવે છે અને પોતાની ચારે તરફ જોવે છે,