ઉછળતી કુદતી નયનરમ્ય મા ગંગાનું સ્વરૂપ અલૌકિક છે. ગંગા મૈયાની ગોદમાં જાણે સ્વર્ગની નજીક પહોંચી ગયા હોય એવો અહેસાસ થાય છે. ગંગામૈયાની ફરતે આવેલા પર્વતો જાણે ગંગાના અંગ રક્ષક હોય તેમ અડીખમ ઊભા છે. અને એ પર્વત પર ઉગેલી વનસ્પતિ પણ મા ગંગાના આશીર્વાદથી પુલકીત થઈને જાણે નવ વધુની જેમ લહેરાતી શરમાતી ડોલી રહી છે. અને સૌનું સ્વાગત કરી રહી છે મા ગંગાનું ખળખળ વહેતું નીર જાણે સુમધુર સંગીત વહેડાવતું સૌને આકર્ષતું પોતાની તરફ ખેંચી રહ્યું છે. વારંવાર ગંગાના નીરને નિરખવા મન બેચેન બની જાય છે. એનું સંગીતમય વહેણ એક જુદી જ દુનિયામાં ખેંચી જાય છે. મા ગંગા ની ચોતરફ