બે રમુજી કિસ્સા (હસો હળવાશથી)

  • 5.3k
  • 2k

કિસ્સો:1"શિયાળે ભલો શેરડીનો રસઉનાળે ભલી છાશચોમાસે મકાઈ ભલીઅને ભજીયા બારેમાસ"કાલે કોલેસ્ટ્રોલ નો રીપોર્ટ આવવાનો હતો.બીક હતી. પગ આપોઆપ ફરસાણ ની દુકાને ઉપડી ગયા.પહેલાં તો આજુબાજુ જોઈ લીધું.ઘરનું કે ઓળખીતું કોઈ નહતું.એટલે તેલમાં તળાતા ભજીયા અને ઘીમાં તળાતી જલેબી ની સુગંધ નાક ભરીને લઇ લીધી. જે બે ભાઈ તળતા હતા એ હસવા લાગ્યા. મેં કહ્યું ભાઈ હસીશ નહિ , એક પ્લેટ તૈયાર કર. આમતો ભજીયા અને જલેબી થોડું અટપટું કોમ્બિનેશન છે,પણ ખાતરી હતી કે આજ પછી આ દુકાન નું પાટિયું પણ હોમમિનિસ્ટર જોવા નહીં દે.ભજીયા આવ્યા. ફટાફટ ખાઈ લીધા.ઘરે જઇ ને ચુપચાપ કપડાં બદલી સુઈ ગયો.બીજે દિવસે ચા ના ટેબલ પર