સપ્ત-કોણ...? - 26

  • 1.8k
  • 1
  • 842

ભાગ - ૨૬આ યુદ્ધ પછી ઉજમ અને સુખલીના જીવનમાં અણધાર્યો વળાંક આવવાનો હતો જે આવનારા સમય સિવાય કોઈ નહોતું જાણતું.... સુમેરગઢ પર અણધારી આફતના વાદળા ઘેરાયા હતા. અચાનક થયેલા શત્રુના હુમલાથી માનસિંહ ચિંતામાં પડી ગયા હતા. સુમેરગઢ ચારેબાજુથી ઘેરાઈ ચૂક્યું હતું. વળતો જવાબ આપવા માટે ફક્ત બળ જ જરૂરી નહોતું, કળથી કામ લેવું પડે એમ હતું. માનસિંહે તુરત જ દરબારીઓને હાજર થવા ફરમાન છોડ્યું હતું એટલે ખુબ જ ગણતરીના સમયમાં બધા હાજર થઈ ગયા હતા અને જરૂરી ચર્ચાઓ સાથે યુદ્ધવ્યુહ રચવાની શરૂઆત પણ થઈ ગઈ હતી."કરણસિંહ... તૈયાર થઈ જાઓ, આપણે જીવસટોસટની બાજી લગાવીને પણ સુમેરગઢને કોઈપણ ભોગે બચાવવાનું છે. આ