કમલી - ભાગ 7

  • 1.9k
  • 1k

વાચક મિત્રો તમે આગળ જોયું તેમ (લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. ઘરે મંડપ બંધાઈ ગયો છે...સત્સંગના દિવસે સુરેશનું લાઈટર રશ્મિકાંતના હાથમાં આવતા આગ લાગી હતી.... અને આ વાત પાનાચંદશેઠને ખબર પડી તો સુરેશને થોડો ઠપકો આપ્યો.. તેથી તે ગુસ્સામાં હતો.....હવે વાંચો આગળ.....) રાતે લગભગ સાડા દસ વાગે બધા સુઈ ગયા હતા પણ, સુરેશની આંખમાં ઊંઘ ન હતી..... તે વરંડામાં આંટા મારી રહ્યો હતો... આ બાજુ, લતાને પણ ઊંઘ નોહતી આવતી.... તે પણ પોતાના રૂમમાં આંટા મારી રહી હતી. તેણે ઉપરથી જોયુ તો સુરેશ નીચે વરંડામાં આંટા મારી રહ્યો હતો એટલે લતા પણ નીચે આવી, ને તેને પૂછ્યું કેમ ઊંઘ નથી