અનુજ હાંફતો હાંફતો બસમાં ચડીને ખુશ થતો બોલી ઉઠ્યો,"હાશ! આખરે બસ તો મળી જ ગઈ.બે મિનિટ મોડો પડ્યો હોત તો આજે પેપર છુટી જ જાત." અનુજનું વાક્ય સાંભળીને બસનાં કેટલાંક મુસાફરોની નજર અનુજ તરફ મંડાઈ.એક મુસાફરે તો કહ્યું પણ ખરું,"ભાઈ!બાર વાગ્યાવાળી બસમાં નિકળવું જોઈએ ને!" જોકે મુસાફરના વાક્યનો અનુજ પાસે કોઈ જવાબ નહોતો.એ ચૂપ જ રહ્યો. ગામથી અડધો કિલોમીટર દૂર બસસ્ટેશન હતું.એ અડધો કિલોમીટર અનુજ રીતસરનો દોડ્યો હતો એટલે એને હાંફ ચડી ગયો હતો.એણે બસમાં ચારેબાજુ નજર કરી પરંતુ એકેય બેઠક ખાલી ના દેખાઈ.એણે પંદર કિલોમીટરની મુસાફરી ઉભાં ઉભાં જ કરી.ચડેલા હાંફે એ એની ગરીબીને કોસતાં કોસતાં બબડી ઉઠ્યો,' સખત