શિખર - 25

  • 1.7k
  • 2
  • 638

પ્રકરણ - ૨૫ પલ્લવીએ અનુશ્રી મેડમને ઘરમાંથી કાઢી મૂક્યા પછી શિખર પલ્લવી પર ખૂબ જ ધૂંધવાયો હતો. એ પોતાના રૂમમાં જઈને કૃષ્ણ ભગવાનના ફોટા સામે જોઇને પ્રાર્થના કરવા લાગ્યો હતો કે, "હે ઈશ્વર! કોઈક તો ચમત્કાર કર કે, જેથી અનુશ્રી મેડમ મારી જિંદગીમાં ફરી આવી જાય. હું મમ્મી પાસે નથી જ ભણવા માગતો." હજુ તો એ ભગવાનને આ પ્રાર્થના કરી ગયો હતો કે ત્યાં જ પલ્લવી એની પાસે આવી અને કહેવા લાગી, "જો શિખર! હું તારી મમ્મી છું. મમ્મી પોતાના બાળકને ખૂબ સારી રીતે ઓળખતી હોય છે. તારી ભલાઈ શેમાં છે એ હું ખૂબ જ સારી રીતે જાણું છું અને