શિખર - 23

  • 1.6k
  • 1
  • 590

પ્રકરણ ૨૩ શિખરના રૂમમાંથી બળવાની વાસ આવતી હતી એટલે તુલસી, નીરવ અને પલ્લવી ત્રણેય જણાં એના રૂમ તરફ દોડ્યા. તુલસી તરત જ દોડતી શિખરના રૂમમાં પહોંચી અને જોરજોરથી રાડો નાખવા લાગી, "શિખર! સોરી દીકરા! અમારા બધાંની ભૂલ થઈ ગઈ. બેટા! દરવાજો ખોલ. તું અંદર શું કરી રહ્યો છે અને તારા રૂમમાંથી આટલી બધી બળવાની વાસ કેમ આવી રહી છે?" હજુ તો તુલસી એટલું બોલી ત્યાં જ પલ્લવી પણ બોલી ઉઠી, "શિખર! મારાં દીકરા મને માફ કરી દે. સોરી બેટા! મારી ભૂલ થઈ ગઈ. હવે હું તારા પર ક્યારેય આટલો ગુસ્સો નહીં કરું. પ્લીઝ! બેટા દરવાજો ખોલ." ત્યાં જ નીરવ પણ