પ્રેમ સમાધિ - પ્રકરણ-62

(19)
  • 2.5k
  • 3
  • 1.5k

પ્રેમ સમાધિ પ્રકરણ-62 શંકરનાથ પોતાની હોટલમાં આવીને જતો રહ્યો.... એ કોઇ ટેન્શનમાં હતો એવું હોટલનાં ચાકરે બધુ કીધુ વિજયે સાંભળ્યું પેલાને બક્ષિસ અપાવી હોટલની બહાર નીકળી ગયો. એણે બહાર જઇને નારણને બૂમ પાડી બહાર આવવા કીધું. નારણ બહાર આવ્યો.. વિજયે કહ્યું “ચાલ આમ દરિયા તરફ થોડું ચાલીને આવીએ.” એમ કહી ચૂપ થઇ ગયો. નારણને થયું વિજયનાં મનમાં ચોક્કસ કંઇક વળ છે એને કહેવા મોકળાશ જોઇતી હશે ? એતો જડ અને ભડ માણસ છે એ ક્યાં ?.... નારણ મનમાં વિજયનાં મનને વાગોળી રહેલો અને વિજયે પૂછ્યું નારણ..... તારાં છોકરાને ક્યાં ભણવા મૂક્યો ? એ પણ 12મું પાસ થઇ ગયો ને ?