ત્રિભેટે - 9

  • 1.8k
  • 1
  • 828

પ્રકરણ 9નાસ્તો કરતાં કરતાં સુમિત ચમચી થી પૌઆ સાથે રમતો હતો. એ ખોવાયેલો ખોવાયેલો લાગતો હતો. " શું થયું? હું જોઉં છું બે ત્રણ દિવસથી તું વારેવારે વિચારે ચડી જાય છે..? આજે મમ્મીની ડોક્ટર પાસે અપોઈન્ટમેન્ટ છે એટલે ગામથી આવવાનાં છે..યાદ છે ને?" સ્નેહાએ પુછ્યું" હા હા તમે લોકો જઈ આવો મને એવાં ફંક્શનમાં ન ગમે..મારે સાંજે આવતાં મોડું થશે." સુમિતે પોતાનાં બેધ્યાનપણાં માં જ જવાબ આપ્યો... અરે !સ્નેહા એ થોડો અવાજ ઉંચો કર્યો." મમ્મીને ડોક્ટર પાસે લઈ જવાનાં છે જનાબ યાદ આવ્યું" હા. હ.... સુમિતે કહ્યું.સ્નેહાએ પરિસ્થિતી હળવી કરવાં ટકોર કરી, " મમ્મી કીધું એટલે તું મારાં મમ્મી સમજ્યો