છપ્પર પગી - 77

  • 1.8k
  • 1
  • 948

છપ્પર પગી ( ૭૭ ) ———————————સભામંડપમાં ઉપસ્થિત સૌ કોઈની લક્ષ્મીની આ ખૂબ લાગણીસભર મીઠી મધુરી વાણી સ્પર્શી ગઈ , લક્ષ્મી પોતાની જગ્યા પર બેસી ગઈ ત્યાં સુધી ખૂબ તાળીઓનાં ગડગડાટ થયા અને હવે જેની આતુરતાપૂર્વક સૌ રાહ જોઈ રહ્યા હતા…તે માટે સ્વામીજીને પ્રવચન માટે નિમંત્રણ અપાય છે. સ્વામીજી ખાસ કોઈપણ જગ્યાએ પ્રવચન આપવા કે બહુ બોલવા માટે ઉત્સુક હોતા નથી પરંતુ અહી આ પ્રસંગે લક્ષ્મી અને પ્રવિણનો ખાસ આગ્રહ ઘણાં સમયથી હતો જ અને પ્રસંગ પણ શિક્ષણ સંલગ્ન હતો એટલે શિક્ષણ સંબંધી વાત કરશે એવું વિતાર્યુ હતું પણ ગઈ કાલે રાત્રે વિશ્વાસરાવજીએ ગામમાં દારૂનું વ્યસન કેટલાંક લોકોને ઘર કરી ગયું