છપ્પર પગી - 75

  • 1.8k
  • 1
  • 1k

છપ્પર પગી -૭૫ ——————————બુધવારના એ દિવસે બન્ને ગામોમાં ખાસ્સી ચહલ પહલ રહી. ગામનાં ચોરે ને ચૌટે બસ એક જ વાત લોકમૂખે હતી અને એ વાતો શાળાઓનું અપ્રતિમ બાંધકામ, સવલતો, કરોડો રૂપિયાનુ દાન આપનાર લક્ષ્મી અને પ્રવિણ, સ્વામીજીનું આગમન, બન્ને ગામનું ધૂમાડાબંધ સમૂહ જમણ વિગરે… લોકો વચ્ચે ખાસ્સુ કુતૂહલ એ પણ હતુ કે પ્રવિણ અને લક્ષ્મી છે કોણ ? ગામમાં બે પાંચ અપવાદ સિવાય ભાગ્યેજ અન્ય બીજા કોઈ લોકોને પ્રવિણ કે લક્ષ્મી વિશે ખબર હતી.. બહુધા લોકો એમને અને અન્ય મહેમાનોને જોવા ભારે ઉત્સુક હતા પણ હવે એ ઉત્સુકતા તો આવતી કાલે જ સંતોષાવાની હતી ને..! આજે ખરો ઉમંગ અને ઉત્સાહ