પ્રેમ - નફરત - ૧૧૯

(14)
  • 2.2k
  • 2
  • 1.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧૯ રચના વિચારી રહી હતી કે પોતાને બાળક રહ્યું હોવાની વાત સાચી હતી પણ હવે એ મા બનવાની નથી. મને સરપ્રાઈઝ આપવા એમણે આમ કર્યું છે પણ હું જ્યારે કહીશ કે તમારા પરિવારનું સંતાન તો જન્મતા પહેલાં જ આ દુનિયા છોડી ચૂક્યું છે ત્યારે એમને કેવો આઘાત અને આંચકો લાગશે? આરવ પર શું વીતશે? પોતે દુશ્મની પૂરી કરવા એમના બાળકને પણ હોમી દીધું છે. એ કેવા આનંદમાં ઝૂમી રહ્યા છે. એમને સત્ય વાતની ખબર પડશે ત્યારે એ હકીકતનો સામનો કેવી રીતે કરી શકશે? મારે સત્ય કહેવાની ઉતાવળ કરવી નથી. પહેલાં તો એ જાણવું પડશે