ભારતની સરોગસી કેપિટલ આણંદના સરોગસી હોમના પ્લોટ પર તૈયાર થયેલી ફિલ્મ અને સરોગસી શબ્દની વ્યાખ્યાને બદલતી ફિલ્મ "દુકાન" જેમાં અરજીતસિંઘનું "મોહ ન લાગે" તો જયારે સુનિધિ ચૌહાણ, વિશાલ દદ્લાની, ભૂમિ ત્રિવેદી અને ઓસામણ મીરના હોળીના ગરબા ગુજરાતીઓના દિલ જીતશે. ખ્યાતિ શાહ khyati.maniyar8099@gmail.com સરોગસી શબ્દ સાંભળતા જ પહેલા તો એવું થાય કે આપણા સમાજમાં કેટલું શક્ય છે? શોભે કંઈ? લોકો શું કહેશે ? ચાલશે બાળક નહીં થાય તો, પણ સરોગસી તો નહીં જ. જોકે, આ માન્યતા હવે બદલાઈ રહી છે. ગુજરાતના આણંદમાં દેશના સૌથી મોટા સરોગસી સેન્ટરની વાત કરીએ તો તેના થકી ભારત સહીત ત્રીસ દેશના પરિવારોને સંતાન સુખ મળ્યું છે. એટલું જ નહીં