ઉડાન... એક સકારાત્મક વિચારોની - 8

  • 1.2k
  • 532

લાગણીઓનાં મોલ.. મારો એક અનુભવ શૅર કરવા માગું છું, જેમાંથી હું કંઇક શીખી છું, પરિવર્તિત થઈ છું. વ્યવસાયે શિક્ષક છું. એમાં પણ અમદાવાદની શિક્ષક..હાલની સ્થિતિ જોતા કોરોનાની મહામારીએ સૌને હચમચાવી દીધા છે. સરકાર પણ તેમનાથી બનતા દરેક પ્રયત્નો કરી રહી છે. તમને સૌને ખબર જ હશે કે શરદી-ખાંસી-તાવનો સર્વે , ફ્રીમાં કોરોના ટેસ્ટીંગ કરવામાં, હોસ્પિટલમાં રહેલ સુવિધાઓની માહિતી એકઠી કરવામાં ને હવે 50 વર્ષથી મોટી ઉંમરના લોકોનો સર્વે કે જેઓને રસી માટે પ્રાથમિકતા આપવામાં આવી છે. - આ દરેક કામમાં શિક્ષકો જોડાયેલા છે.એમાં પણ મોટાભાગે બહેનો છે. પાંચના ટકોરે ઉઠવાનું...ફટાફટ ઘરકામ પતાવી ખાધું ના ખાધું કરી , છોકરાં સુતા મૂકીને