ઉડાન... એક સકારાત્મક વિચારોની - 2

  • 2k
  • 1.2k

ક્રિશ અને ક્રિશા સમય 2080 નો હતો. ક્રિશા તેના 25 માં માળે આવેલ ફ્લેટની અગાસીમાં બેઠી હતી. સવારના 7 વાગ્યા હતા. સૂર્યના સોનેરી કિરણો અમદાવાદની કાચ અને સ્ટીલ ની બનેલી ગગનચુંબી ઇમારતો પર પડતા આખું અમદાવાદ સોનેરી કિરણો ના પરાવર્તન થી સોનાની જેમ ચમકી રહ્યું હતું. ક્રિશા રોજ સવારે વહેલા ઉઠીને પોતાના ફ્લેટની અગાસી માં બેસીને સૂર્ય નમસ્કાર કરતી. એની બાજુમાં ફૂલ છોડના ઘણાં કુંડા હતા. જ્યાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા. બિલકુલ તેની બાજુમાં એક સૉલર પેનલથી બનેલી ખુરશી હતી. ક્રિશાનો મિત્ર કહો કે સાથી એવો રોબોટ નિત્યક્રમ મુજબ તે ખુરશી પર બેસી ચાર્જ થતો. ક્રિશા એ તે રોબોટ નું