પુરી રાતના જાગરણ પછી અંશ બીજે દિવસે બપોરે ઉઠ્યો. નાહી ફ્રેશ થઇ. ગરમા ગરમા ભોજન ગ્રહણ કરી પોતાની બેગ લઈ ઘરની બહાર નીકળ્યો. "મમ્મી આજ થોડું સાંજે મોડું થઇ જશે સો ચિંતા ન કરતી." અંશના ચહેરા પર એક શુકુન હતું. ઘણા સમયનો માનસિક અને શારીરિક જાણે એક રાતમાં જ ઉતરી ગયો હતો. અંશને પહેલીવાર લાગ્યું કે પુરી રાત માત્ર થોડી ક્ષણોની જ બની ગઈ હતી. કિંજલ સાથે વિતાવેલ ગઈ રાતની હરેક ક્ષણો અંશમાં તાજગી નો સંચાર કરતી હતી. તેને ભરતને કોલ લગાવ્યો. ત્રણ ચાર કોશિશ કરી પણ ભરત કોઈ કામમાં હસે તેથી કોલ રિસીવ કરી શક્યો નહીં. પછી નક્કી કર્યું