વૈશ્યાલય - 21

  • 2.4k
  • 916

બાઈક ને પાર્ક કરી બન્ને દરિયાના કિનારા તરફ એકબીજાના હાથમા હાથ લઇ ધીરે પગલે ચાલતા થયા. શહેરના ઘણા લોકો પણ સાંજનો દરિયાનો નજારો જીવા આવ્યા હતા. ખાણીપીણી વાળા પણ ટેન્ટ લગાવી પોતાની રોજગારી મેળવતા હતા. અગાધ પાણી સામે હોવા છતાં નાના બાળકો પાણી ની ડોલમાં પાણીની બોટલો વેચવા માટે બૂમો પાડી રહ્યા હતા. એક ફાટેક કપડાં વાળો ભિખારી હરેક માણસ પાસે લાંબો હાથ કરી માંગી રહ્યો હતો. બાળકોના માતાપિતા બાળક દરિયામાં દૂર જતું ન રહે એ માટે હાથ પકડી કિનારા પર આવતી લહેરોમાં ભીંજાય કુદરતના હિલોળાનો આનંદ લઇ રહ્યા હતા. દૂર દૂર સુધી પાણીનો અગાધ ભંડાર દેખાય રહ્યો હતો. ત્યાં