સાટા - પેટા - 10

  • 1.7k
  • 858

દિવસમાં તો આખા રંગપુરના યુવા વર્ગમાં વાત ફેલાઈ ગઈ કે રાધા ને ' કાંક' છે . કનુભા પાસે વાત ગઈ ત્યારે પ્રથમ તો તે હેબતાઈ ગયો. તે વિચારી રહ્યો. પોતે જેના માટે રાત- દિવસ તડપતો હતો એ રાધા શું ખરેખર આવી હલકટ હતી ?' પોતે જેને અબોટ,ઉઘડતી કળી માનતો હતો એ કોઈનું સુંઘાયેલું ,નકામું થયેલું ફૂલ હતું ? સારું થયું તે પોતાને કોઈ મોકો ન મળ્યો. નહીં તો સાલી કોકનું પાપ પોતાના માથે ઓઢાડી દેતને. તે મનોમન રાજી પણ થયો . 'લેતી જા રાધાડી ! બહુ ગુમાન હતું ને તારી જાત ઉપર .આખરે તો એ બે પૈસાના શામજીડાએજ પટાવી દીધી