માતૃત્વ

  • 2.5k
  • 830

"અર્પિતા.. બેટા આવા શોર્ટ કપડાં...! ત્યાં કેટલા બધા લોકો હશે..!" ચારુએ થોડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું. " મમ્મી.. પ્લીઝ.. તું તો રહેવા જ દે શિખામણ આપવાનું..તને આજકાલની ફેશન વિશે શું સમજ પડે..?" મમ્મીને ચૂપ કરાવતા અર્પિતા તેના ડૅડી પાસે જઈ બોલી. " ચારુ..જીવવા દેને એને એની રીતે..! તું શું કામ વારેઘડીએ તેને ટોકટોક કરે છે..? આજકાલના છોકરાઓને આવું જ બધુ ગમે. અને આપણા સ્ટેટસ પ્રમાણે તું ન જીવે તો કંઇ નહીં અમને તો જીવવા દે...!" ડૅડીએ કટાક્ષમાં કહ્યું. " અમીરી કપડામાં નહીં વિચારોમાં હોવી જોઈએ...અર્પિતાના પપ્પા..! છોકરીની જાત છે... અને જમાનો બહુ ખરાબ છે એટલે મને ચિંતા થાય છે. "