ગતાંકથી...... એના માટે જેલ શું ખોટી છે ?'એ શબ્દો સાંભળી ઇન્સ્પેક્ટર આ યુવાનનું ખુરાટી માનસ સમજ્યા હોય તેમ ચમક્યા .બીજી જ પળે તેઓ સ્વસ્થ થતાં આગળ આવ્યા અને કાર્તિકના ખભે હાથ મુકતા બોલ્યા: ' કાર્તિક! હવે તું જઈ શકે છે. મારે પણ જમવા જવું છે. તારું ભવિષ્ય સુધારવા પ્રયત્ન કર એમ ઈચ્છું છું.' 'સલામ સાહેબ, આપની શુભ લાગણી બદલ આભારી છું .કહી ઓફિસની બહાર નીકળી ચાલતો થયો. હવે આગળ..... 'સલામ સાહેબ ,કહેતો કાર્તિક ઓફિસની બહાર નીકળી ચાલતો થયો ઇન્સ્પેક્ટર રસ્તા ઉપર પડતી બારી તરફ આવ્યા તેમણે કાર્તિકને રસ્તા ઉપર જતો જોયો,અને તરત જ ટેબલ પાસે જઈ બેલ વગાડી .બહાર બેઠેલ