થોડીવાર બધા શાંત થયા પછી અભિષેકે ધીમેથી પૂછ્યું, " બા..! તમારે બે જુડવા બાળકો હતા..? મારો મિત્ર બિલકુલ આના જેવો જ લાગતો..પણ તે ગાયબ થઇ ગયો છે." " ના બેટા..! આ મારો દીકરો નથી પણ સગા દીકરા કરતા પણ સારી સેવા કરે છે." બાએ કહ્યું. " બા.. મહેરબાની કરીને જણાવોને કે આ ભાઈ તમને કેવીરીતે મળ્યો. પ્લીઝ..!" તો સાંભળ..!, "લગભગ દસ વરસ પહેલાંની વાત છે. અમે આબુમાં પર્વત નીચે નેસડામાં રહેતા હતા. ચોમાસું બેસવાની તૈયારીમાં હતું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું. નિયતિના બાપુ ઘેટાં બકરાં ચરાવવા જતા હતા. નિયતિને વાંચતા વાંચતા વાતાવરણ જોઈ થયું બાપુને એકલા નથી મોકલવા. તો