લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 26

  • 1.9k
  • 1.3k

" અરે ..! આ તો પ્રકૃતિ છે..! પણ કેમ આમ રસ્તા પર..? પ્રકૃતિ.. પ્રકૃતિ..!" તેના ગાલ થપથપાવી તે યુવાને પ્રકૃતિને જગાડવાનો પ્રયત્ન કર્યો. પણ પ્રકૃતિ જાગી નહીં. તેણે પ્રકૃતિને ઉઠાવી ગાડીમાં સુવાડી. પછી તરત તેણે રાવલ સાહેબને ફોન કર્યો પણ તેમનો ફોન નંબર બદલાઈ ગયો હોવાથી સંપર્ક થયો નહીં. શું કરવું તે સમજાતું ન હતું. છેવટે તે પ્રકૃતિને પોતાના ઘરે જ લઈ ગયો. તે યુવાનના ઘરમાં જ રહેતી બાઈએ તેની સેવા કરી. સવાર પડતા જ પ્રકૃતિ ભાનમાં આવી. પ્રકૃતિએ ઉઠીને જોયું તો તે કોઈના ઘરમાં હતી. કોઈ યુવાન રૂમની ગેલેરીમાં પડેલી ખુરસીમાં બેઠો બેઠો છાપું વાંચી રહ્યો હતો. "હું ક્યાં