"તું શું લાવી..? મારે તો ચાલે... મને કોઈ ગિફ્ટની આદત નથી.." કહેતા તેને પણ બોક્સ ઓપન કર્યું. તેમાં એક ચાંદીનું બ્રેસલેટ હતું. તેની પર પ્રારબ્ધનો પહેલો અક્ષર 'પ્રા' અને પ્રકૃતિનો છેલ્લો અક્ષર 'તિ' એમ 'પ્રાતિ' લખેલું હતું.પ્રારબ્ધ તે જોઈ ખૂશ થઈ ગયો. પ્રકૃતિએ તેના હાથે જ પ્રારબ્ધને તે બ્રેસલેટ પહેરાવ્યું. "થેન્ક્સ યાર..આ બ્રેસલેટને હું ક્યારેય મારાથી અલગ નહીં કરું" ભાવુક થઈ પ્રારબ્ધએ કહ્યું. " મને એક સરસ વિચાર આવ્યો છે. જ્યારે પણ આપણું બચ્ચું આવશે તે છોકરી જ હશે અને આપણે આપણી ઢીંગલીનું નામ પ્રાતિ રાખીશું..પ્રકૃતિ અને પ્રારબ્ધના પ્રેમની નિશાની એટલે પ્રાતિ.." પછી તો બંનેએ સાથે બ્રેકફાસ્ટ કર્યું. બે દિવસમાં