પ્રકૃતિની વાત સાંભળી તેના પપ્પાને થોડો ગુસ્સો આવ્યો પણ તેમણે પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખ્યો."એટલે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો એમ? શું કરી શકો છો એકબીજા માટે..?"" બધું જ સર.પ્રકૃતિની ખુશી માટે હું બધું જ કરવા તૈયાર છું." ક્યાંય પાછો ન પડવાવાળો પ્રારબ્ધ આજ પ્રકૃતિના પિતા આગળ ઢીલો પડ્યો. કેમ કે પ્રકૃતિની સુખ સાહિબીથી તે અજાણ હતો. તે પણ સમજતો હતો કે કોઈ પણ બાપ આટલી સમૃદ્ધિમાં ઉછરેલી પોતાની લાડલીને આમ મારા જેવા સામાન્ય માણસને ના જ શોપે. હા તે પ્રકૃતિને ખૂબ પ્રેમ કરતો હતો. એટલે જ પ્રારબ્ધને થતું કે જે માહોલમાં તે ઉછરી છે. જે ભૌતિક સુખ પ્રકૃતિએ