લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 19

  • 2.2k
  • 1.7k

પ્રકૃતિના માતા પિતા છોકરાના ઘરે જઈ આવ્યા.પ્રકૃતિ તેના રૂમમાં બેઠી પ્રારબ્ધ સાથે મોબાઈલમાં વાતો કરતી હતી. ત્યાંજ તેના પપ્પાએ તેને બોલાવીને કહ્યું, " બેટા આવ, બેસ..આજ તારા માટે છોકરો જોવા ગયા હતા. છોકરો દેખાવે ખૂબ સરસ છે. તેણે અત્યારથી જ તેના પિતાનો બિઝનેસ સંભાળી લીધો છે. ખૂબ સુખી ઘર પરિવાર છે. માણસો પણ મને સારા લાગ્યા. મને તો બધું સારું લાગ્યું. હું તો પાક્કું જ કરવાનો હતો પણ તારી મમ્મીએ તને પૂછ્યા વગર પાક્કું કરવાની ના પાડી હતી.બેટા તારો શું વિચાર છે..? તારે તેને એકવાર મળવું હોય તો તેઓને આપણા ઘરે બોલાવીએ પછી પાક્કું કરીએ." "પપ્પા તમે મારા માટે સારું